સુરતમાં સંખ્યાબંધ રસ્તાઓ બિસ્માર બન્યા છે.. મજબુરી સિવાય લોકો એ રસ્તા પર જવાનુ પસંદ ન કરે એવા અનેક રસ્તાઓ સુરતમાં છે.. સ્માર્ટ સિટીના દાવા વચ્ચે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે અને ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકો દ્વારા અનેક ફરિયાદો પણ કરવામાં આવે છે,,, ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે છતા પાલિકા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી મંથર ગતિએ કરાઈ રહી છે.. શહેરના અનેક રસ્તાઓ ખોદી નાખ્યા બાદ તેની કામગીરી અધૂરી મુકી દેવાઈ છે.. જેને કારણે ગટરમાંથી નીકળતા પાણીને કારણે રોડ રસ્તા ચીકણા થઈ ગયા છે... રસ્તા પર મોટા મોટા ખાડાને કારણે વાહન ચાલકોને ખાડા તારવવામાં અકસ્માતનો પણ ભય રહે છે.. તો રસ્તા પર કપચી નાખી દેવાતા અકસ્માતની શક્યતા પણ વધી છે..