અમરેલીમાં રાજુલાનાં કોવાયા ગામે મોડી રાત્રે સિંહ લટાર મારતો સામે આવ્યો છે. જેમાં કોવાયા ગામે અલ્ટ્રાટેક કંપનીના રહેણાંકી વિસ્તાર નજીક સિંહની લટાર દેખાઇ છે. મોડી રાત્રે
ડાલામથ્થો સિંહ અલ્ટ્રાટેક કંપનીના વિસ્તારમાં લટાર મારતો મોબાઇલ કેમેરામાં કેદ થયો છે. અગાઉ અલ્ટ્રાટેક કંપનીમાં સિંહો ઘુસ્યા હોવાના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. એશિયાન્ટિક
સિંહોનો રાજુલા અને પીપાવાવ પોર્ટ રેવન્યુ પંથકમાં દબદબો છે.