સરકારી હોસ્પિટલોની ઢીલી નિતીથી દર્દીઓ પરેશાન થઈ ગયા છે... સુરતમાં નવી સિવિલ અને મનપા સંચાલિત હોસ્પિટલમાં લાંબા સમયથી લિફ્ટ બંધ છે... લિફ્ટ બંધ રહેતા ઓપરેશન થિયેટર, લેબર રૂમમાં જવા દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે... ICUમાં જવા દર્દી અને દર્દીના સગાઓ પરેશાન થઈ રહ્યા છે... હોસ્પિટલમાં દર્દીઓને સારી સેવા મળે તે માટે લાખોના બજેટ ફળવાય છે પરંતું હોસ્પિટલના સત્તાધીશોએ દર્દીઓને રાહત આપવાને બદલે ડામ આપવાનું નક્કી કર્યુ હોય તેવું લાગી રહ્યું છે... લીફ્ટ બંધ રહેતા ઓપરેશન થીયેટર, લેબર રૂમ, અને આઇસીયુમાં જવા દર્દી અને દર્દીના સગાઓ પરેશાન થઈ રહ્યા છે... અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નથી આવી રહ્યો