બનાસકાંઠાના દિયોદરમાં 5 તાલુકાના ખેડૂતોએ જળ આંદોલનની શરૂઆત કરી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ સણાદર ખાતેથી પગપાળા તેમજ ટ્રેક્ટર રેલી નીકાળી નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી નારાઓથી કચેરીને ગુંજવીને આવેદનપત્ર આપી પ્રદર્શન કર્યું છે. આ સાથે જ્યાં સુધી ‘સુજલામ સુફલામ’ કેનાલમાં પાણી નહીં અપાય, ત્યા સુધી ખેડૂતોએ ધરણાં ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.