બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના મોરિયા ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજના એડિશનલ ડીનને હટાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો. કોલેજના એડિશનલ ડીન મહેન્દ્ર આનંદ દ્વારા વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓના વિરોધને જોતા મેડિકલ કૉલેજના ચેરમેન તાત્કાલીક કોલેજે પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.