કાળઝાળ ગરમી વધવાની સાથે જ ગુજરાતમાં લીંબુની માંગમાં વૃદ્ધિ થઈ ગઈ છે. માંગ વધવાની સાથે જ લીંબુની કિંમતો પણ આસમાને પહોંચી ગઈ છે. અનેક ઠેકાણે લીંબુ 150 થી 200 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. લીંબુના વધતા જતા ભાવના કારણે લોકો હવે ઉનાળામાં ગ્લુકોઝ અને ઓઆરએસ તરફ વળ્યા છે. જેના કારણે ગુજરાતમાં ગ્લુકોઝ અને ORSનું વેચાણ પણ છેલ્લા એક મહિનામાં વધી ગયુ છે.