ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગાંધીનગર પ્રવાસે છે. અમિતશાહના ગાધીનગર પ્રવાસ ઉપક્રમે ગાંધીનગર તેમજ બનાસકાંઠાના નડાબેટ ખાતે વિવિધ પ્રજાભિમુખ આયામોના લોકાર્પણ અને પ્રકલ્પના શુભારંભ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમની શરૂઆત નડાબેટ ખાતેથી થશે અને ત્યાર બાદ અમિત શાહ વિવિધ કાર્યક્રમ તેમજ વિવિધ લોકાર્પણ સમારંભમાં પણ હાજર રહેશે. અમિત શાહના કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રીઓ, વિવિધ આગેવાનો તથા સહકારી સંસ્થાના ચેરમેન પણ ઉપસ્થિત રહેશે.