તાપી ઉકાઇ જળાશયમાં હોડી પલટી, એક બાળકીનું મોત, 8ની શોધખોળ જારી

DivyaBhaskar 2020-03-10

Views 10K

સુરત-તાપીઃતાપી જિલ્લાના ઉચ્છલમાં ઉકાઇ જળાશયના ફુગારામાં હોડી પલટી મારી ગઈ હતી હોડીમાં 15 જેટલા લોકો સવાર હતા ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મદદ કરવામાં આવી હતી અને 6 જેટલાનો બચાવ કરવામાં આવ્યો હતો જ્યારે એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો હાલ અન્યોની સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ ચાલી રહી છે દુર્ઘટના પહેલા હોડીમાં બેસતા લોકોનો વીડિયો સામે આવ્યો છે મૃતક બાળકીની ઓળખ એંજલબેન ડેવિડભાઇ કોંકણી (ઉંમર વર્ષ 5) તરીકે થઇ છે બાળકી ઉચ્છલના સુંદરપુર ગામની રહેવાસી છે

8ની શોધખોળ ચાલી રહી છે

હોળીની રજાઓને લઈને લોકો ફરવાના સ્થળે જઈ રહ્યા છે દરમિયાન તાપી નદીની આસપાસ આવેલા સ્થળો મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના રહેવાસીઓ ફરવા માટે ગયા હતા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભીસકુદ ગામ ખાતે આવેલ ઉકાઇ જળાશયના ફુગારામાં હોડીમાં સવાર થઈને 15 જેટલા લોકો જઈ રહ્યા હતા દરમિયાન ભારે પવનના કારણે હોડી પલટી મારી ગઈ હતી જેથી બૂમાબૂમ થઈ ગઈ હતી કિનારે હાજર લોકો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા મદદે પહોંચ્યા હતા 6 જેટલાનો બચાવ કરી કિનારે લાવ્યા હતા જ્યારે એક બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો હાલ પણ સ્થાનિક તરવૈયાઓની મદદથી અન્યો 8ની શોધખોળ ચાલી રહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS