અમદાવાદઃગુજરાત યુનિવર્સિટીની રવિવારે ચૂંટણી છે ત્યારે સમરસ કુમાર છાત્રાલયના રેક્ટરનું એક ઓડિયો રેકોર્ડિંગ વાઇરલ થયું છે આ રેકોર્ડિંગમાં રેક્ટર દબાણથી એબીવીપીને મત આપાવવા માટે મતદારોની મીટિંગ કરવા બાબતે વાત કરતા હોવાનું બહાર આવ્યું છે આ કોલ રેકોર્ડિંગ એનસએયુઆઇ તરફથી કરવામાં આવ્યું હતું અને હવે તેને વાઇરલ કરવામાં આવ્યું છે એનએસયુઆઇ દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં સમરસ કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયના મુખ્ય રેક્ટર સંડોવાયા છે છાત્રાલયના રેક્ટર દ્વારા એબીવીપીના ઉમેદવારોને વોટ આપવા માટે વિદ્યાર્થીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્ટિંગ થકી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ‘આ મિટિંગનું કાવતરું એક યુથ નેતા સહિત ભાજપના નેતાઓ દ્વારા ઘડવામાં આવ્યું હતું’