ભાવનગર:હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરી હતી ત્યારે ભાવનગરમાં આજે સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો ભાવનગર શહેરમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા જ્યારે માંગરોળમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો રાજકોટના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઇ રહ્યો છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી જો કે, ઘઉં, ચણા અને જીરૂના તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે
ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ
ભાવનગર શહેર સિવાય જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોના ઘઉંના ઢગલા પણ ખુલ્લા ખેતરોમાં પડ્યા છે તો પશુઓનો ચારો પણ ખેતરોમાં હોવાથી તેને પણ નુકસાન પહોંચ્યું છે સવારે દ્વારકામાં હળવા ઝાપટા વરસ્યા હતા ત્યારે ભાવનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે