સુરતઃવરાછા મેઈન રોડ પર આવેલા હીરાબાગ નજીક સરગમ ડોક્ટર હાઉસ પાસે કારમાંથી સાડા ત્રણ લાખ રોકડની ચોરી થઈ હતી ચાલક રસ્તા પર ગેરકાયદે રીતે કાર મુકીને ભેળ ખાવા ગયા એ દરમિયાન ગણતરીની સેકન્ડમાં આવેલા તસ્કરોએ કારનો કાચ તોડીને રોકડા સાડા ત્રણ લાખની ચોરી કરી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેસુરેશ ઈટાળીયાની કાર રસ્તા પર ઉભી રહી તેની ગણતરીની સેકન્ડમાં જ હીરા બાગ ખાતે ઉતરતા પૂલના છેડેથી કુદીને એક ઈસમ મો પર રૂમાલ બાંધેલી હાલતમાં કારની નજીક આવ્યો હતો આ દરમિયાન થોડીવાર કારમાં બેસીને ઉતરીને ભેળની દુકાને સુરેશ ઈટાળીયા ગયા તેનો લાભ લઈને ગઠિયાએ કારનો કાચ તોડી દરવાજો ખોલીને રોકડની ચોરી કરી હતી આ દરમિયાન પાછળથી બાઈક ચાલક યુ ટર્ન મારીને આવ્યો અને બન્ને બાઈક પર બેસીને જતાં રહ્યાં હતાં