ટ્રમ્પના કહ્યાં પ્રમાણે, ‘અમેરિકાની સરહદો આતંકવાદ માટે હંમેશા બંધ રહેશે એટલા માટે અમે અમેરિકામાં એન્ટ્રીના નિયમોને કડક બનાવી દીધા છે અમેરિકામાં જે પણ આતંક ફેલાવવાના ઈરાદાથી આવશે, તેને મોટી કિંમત ચુકવવી પડશે દરેક દેશ તેની સરહદની સુરક્ષા ઈચ્છે છે અહીંયા અમેરિકા અને ભારત પોત પોતાની વિચારધારા એકસાથે કામ કરી શકે છે અમે પાકિસ્તાન પર દબાણ કર્યું છે અને તેને સરહદ પર આતંકવાદ ખતમ કરવા માટે કહ્યું છે અમારા પાકિસ્તાન સાથે સારા સંબંધ છે અમે સારા સંબંધોની આશા રાખીએ છીએ આશા છે કે આનાથી દક્ષિણ એશિયામાં શાંતિનો માહોલ ઊભો કરવામાં મદદ મળશે’