મોટેરા સ્ટેડિયમમાં તૈયારીઓ પૂરજોશમાં, સ્ટેજની આસપાસ 500થી વધુ ખુરશીઓ ગોઠવાઈ

DivyaBhaskar 2020-02-23

Views 2.9K

અમદાવાદઃપીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ 24 ફેબ્રુઆરીએ મુલાકાતે આવી રહ્યાં છે મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સ્ટેડિયમની અંદર પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે મોદી અને ટ્રમ્પ જે સ્ટેજ પરથી ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ કરવાના છે તેની આસપાસ આશરે 500થી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી છે આ ઉપરાંત સ્ટેડિયમની આસપાસ BSFના જવાનો સતત ઊંટ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે તેમજ ગાંધી આશ્રમ ખાતે 50થી વધુ પોલીસની ગાડીઓ સાથે અધિકારીઓએ રિહર્સલ કર્યું હતું મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ પર બે DYSPએ જાહેરમાં ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા

Share This Video


Download

  
Report form