પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ મુદ્દે સવાલો ઉઠાવીને ભાજપ પર પ્રહારો કર્યા હતા આપણા દેશના રાષ્ટ્રપતિએ પણ જો ગુજરાતમાં આવવું હોય તો રાજ્ય સરકારની અનુમતિ વગર ગમે ત્યાં આમંત્રણ મળે તો પણ રાજ્ય સરકાર ના પાડે તો આવી શકે નહીંઆવવા માટે પ્રોટોકોલની સિસ્ટમ પ્રમાણે રાજ્ય સરકારની અનુમતિ લેવી પડે ટ્રમ્પને જેણે આમંત્રણ આપ્યું છે તેમને પૂછવા માગીએ છીએ કે ટ્રમ્પને કોણે અને કેમ બોલાવ્યા છેક્યારે આમંત્રણ આપ્યું હમણે જે અભિવાદન કે સન્માન સમિતિ જે કંઇ નામ હોય, આ લોકો કોણ છે, સમિતિ ક્યારે બની સમિતિ બની તેના એક મહિના પહેલા ટ્રમ્પ આવવાનીવાહવાહ ચાલ્યા કરે છે તો તાત્કાલિક સમિતિ બનાવીને જે કંઇ શેતરંજી નીચે કચરો નાખવાની ટેવવાળી ભાજપની આ સરકાર આ કેમ છૂપાવે છે અઢી લાખ કરોડ કરતા વધારેનુંદેવાદાર એવું આ ગુજરાત, એકબાજુ અલગ અલગ આંદોલન ચાલે છે જેવા અનેક સવાલો કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી