સુરતઃરાજ્ય સરકાર દ્વારા અગાઉ હથિયારધારી પોલીસની ભરતી બહાર પાડવામાં આવી હતી જેના ઉમેદવારોની તમામ પરિક્ષાઓ પૂર્ણ થયા બાદ ઓર્ડર આપી દેવામાં આવ્યાં હતાં જો કે સુરત જિલ્લાના 187 ઉમેદવારોની સુરત શહેર કે જિલ્લામાં નિમણૂંકના ઓર્ડર ન અપાયા હોવાથી ઉમેદવારો ઓર્ડર માટેની રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી
છેલ્લા ત્રણ મહિનાથી રાહ જોઈએ છીએ-ઉમેદવાર
ઉમેદવારોએ પોલીસ કમિશનર કચેરીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ મહિનાથી ભરતીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાથી ઓર્ડરની રાહ જોઈને બેઠા છે તમામ પરિક્ષાઓથી લઈને મેડિકલ અને સર્ટીફિકેટ ચેકીંગ સહિતના કામો પૂર્ણ થઈ ગયા હોવા છતાં ઓર્ડર અપાયા નથી ઓર્ડરની રાહ જોતા તેઓ અગાઉ જ્યાં નોકરી કરતાં હતાં ત્યાંથી પણ રાજીનામા ધરી દીધા હોવાથીહાલ તેમના અને તેમના પરિવારના ભરણપોષણના સવાલો ઉભા થયાં છે અગાઉ પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવેડો ન આવતાં તેઓ આજે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ ગયા હતા અને રજૂઆત કરી હતી ઉમેદવારોએ માંગ કરી હતી કે વહેલી તકે ઓર્ડર રિલિઝ કરવામાં આવે