સુરતઃઅઠવાલાઈન્સ ખાતે પોલીસ કમિશનર કચેરીમાં એક મહિલાએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ખાનગી વાહનમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી હાલ મહિલાની સારવાર ચાલી રહી છેમહિલાએ આપઘાતનો પ્રયાસ વ્યાજખોરોના ત્રાસથી કર્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે રૂપિયાના બદલામાં શારીરિક સંબંધ બાંધવા દબાણ થતાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે
ફિનાઈલ પીતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો
પોલીસ કમિશનર કચેરીએ મૂળ નવસારીની રહેવાસી મહિલા પોલીસ કમિશનર કચેરી આવી હતી પોલીસ કમિશનર કચેરીએ ફિનાઈલ પીવાની કોશિષ કરી હતી ત્યારે પોલીસે તેને ફિનાઈલ પીતી રોકવાનો પ્રયાસ કર્યો હતોરોકવા છતાં મહિલા ફિનાઈલ પી ગઈ હતી જેથી તેને ખાનગી વાહનમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી તથા શારીરિક સંબંધ બાંધવાની માંગણીને લઈને આ પગલું ભર્યું છે કમલેશ કહાર અને રાજેશ કહાર બન્ને ભાઈઓ પાસેથી વ્યાજે 3 લાખ લીધા બાદ નવ લાખ પરત આપી દીધા હોવા છતાં રૂપિયાની માંગ કરવામાં આવતી હોવાથી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું