ગાંધીનગરઃ LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગની લડાઈનું સ્વરૂપ ધારણ કર્યું છે ગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે 1 ઓગસ્ટ, 2018નો ઠરાવ સુધારવાની જાહેરાત કર્યા બાદ બિન અનામત વર્ગની 250થી વધુ મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે ઠરાવમાં સુધારો કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતી આ મહિલાઓએ બુધવારે ગાંધીનગરમાં જ ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે 66 દિવસથી આંદોલન પર ઉતરેલી મહિલાઓની છાવણી સામે રસ્તા પર બેસી સરકારી નિર્ણયનો વિરોધ કર્યો હતો તેમનાં સમર્થનમાં પાસ નેતા દિનેશ બાંભણિયા અને કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતનાં આગેવાનો જોડાયા હતા આજે સવારે પણ બિન અનામત વર્ગની મહિલાઓ યોગા કર્યા બાદ ઘ-4 પાસે સરદાર પટેલની પ્રતિમા બેસી ગઈ હતી જેને પગલે રાજ્ય સરકાર બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરવા તૈયાર થઈ છે અને સાંજે 4 વાગ્યે બેઠક કરશે