ઉપલેટા: ઉપલેટાના ખારચીયા ગામની વેણુ નદીમાં ગઇકાલે રવિવારે બપોર પછી નારણ નામનો યુવાન ન્હાવા માટે પડ્યો હતો પરંતુ તે ડૂબી જતા સ્થાનિક તરવૈયાઓ તેને બચાવવા માટે નદીમાં કુદ્યા હતા જેમાં સુરેશ દેવશીભાઇ વાઘેલા નામનો તરવૈયો પણ ડૂબ્યો હતો ઘટનાની જાણ થતા ગોંડલ, ઉપલેટાની ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને મોડીરાત સુધી શોધખોળ કરી હતી પરંતુ આજે સવારે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા અને ભાયાવદર હોસ્પિટલે પીએમ માટે ખસેડાયા હતા