સુરતઃશ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ નવસારી સંચાલિત સરદાર પટેલ હોસ્પિટલમાં દર્દીઓને વધુ ઝડપી સારવાર પૂરી પાડવા અર્થે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનાં લોકાર્પણ પ્રસંગે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ડાયરામાં કચ્છની કોયલ ગણાતી ગીતા રબારીના ભજનો અને ગીતો પર શ્રોતાઓએ મનમૂકીને રૂપિયા ઉડાવ્યાં હતાંહોસ્પિટલના લાભાર્થે યોજાયેલા ડાયરામાં અંદાજે 10 લાખ રૂપિયા એકત્રિત થયાં હતાંડાયરામાં ગીતા રબારીએ લોકગીતો, ભજનો અને હિન્દી ગીતોની સાથે દેશભક્તિના ગીતો ગાયા હતાં જેમાં શ્રોતાઓએ 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટો હવામાં ઉડાવીને ગીતા રબારી પર ઘોર કરી હતી