ખેડૂતોની મગફળી ઓઇલ મિલરોને વેચી હલકી ગુણવત્તાની બારદાનમાં ભરવાનું કૌભાંડ, અધિકારીએ સ્વિકાર્યું ગોલમાલ છે

DivyaBhaskar 2020-02-01

Views 540

જૂનાગઢ:જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી કરતા ગુણીમાંથી અત્યંત હલકી ગુણવત્તાની મગફળી નિકળતા ચકચાર મચી જવા પામી છે આ અંગે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના કિશોરભાઇ પટોળીયા અને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ મનિષભાઇ નંદાણીયાએ જાતે જઇ તપાસ કરતા ગોલમાલ બહાર આવી હતી ખાસ કરીને ખેડૂતો પાસેથી ખરીદાયેલી મગફળી ઓઇલ મિલરોને વેંચી દઇ હલકી ગુણવત્તા વાળી મગફળી વેપારી પાસેથી ખરીદી તે બારદાનમાં ભરી દઇ સરકારને પણ ચૂનો ચોપડવાનું કારસ્તાન કરવામાં આવતું હોવાનો આક્ષેપ થયો છે પુરવઠા મામલતદાર એમએસ ભગોરાએ સ્વીકાર્યું છે કે મગફળીમાં ગોલમાલ થઇ રહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS