વલસાડ ST ડેપો નજીક ST બસ ચાલક અને રિક્ષા ચાલકો જાહેરમાં બાખડ્યા

DivyaBhaskar 2020-01-30

Views 1.3K

સુરતઃએસટી ડેપો નજીક એસટી બસ ચાલક અને રિક્ષા ચાલકો જાહેરમાં બાખડ્યા હતા એસટી બસ ચાલકને બસ બહાર કાઢતી વેળાએ રીક્ષા ચાલક સામ સામે આવી જતા રકઝક થઈ હતી ઘટનાની જાણ એસટી ટ્રાફિક વિભાગ પોલીસ કર્મીને થતા પોલીસ સહિત વલસાડ સિટી પોલીસની ટીમ દોડી આવી હતી

ભારે જહેમત બાદ મામલો શાંત પડ્યો

આ મામલે એસટી વિભાગના કર્મચારીઓના જણાવ્યા મુજબ વલસાડ એસટી બસ ડેપો બહાર ફાળવેલ રિક્ષા સ્ટેન્ડ કરતા વધારે પ્રમાણમાં રીક્ષાઓ ઉભી રહે છે સાથે આ રીક્ષા ચાલકોની દાદાગીરી વધી ગઈ છે અને તેઓ મનફાવે તેમ એસટી વિભાગના કર્મચારીઓ સાથે અનેક વખત રકઝક કરતા હોય છે આજ રોજ એક કપરાડાની બસ ચાલક સાથે ઉગ્ર રકઝક થતા એસટી બસ ચાલકો અને રિક્ષા ચાલક આમને સામને ઉતરી પડ્યા હતા ત્યારે વલસાડ સિટી પોલીસનો કાફલો ડેપો પર દોડી આવતા ભારે જહેમત બાદ મામલો શાંત પાડ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS