ભરૂચઃ જમીયતે ઉલ્માએ હિંદ સંસ્થા દ્વારા CAA અને NRCના વિરોધમાં અપાયેલા બંધના એલાનને પગલે ભરૂચમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે ભરૂચના પશ્ચિમ વિસ્તારની દુકાનો આજે બંધ રહી છે આ ઉપરાંત બાળકોની સલામતીને ધ્યાને રાખીને પશ્ચિમ વિસ્તારની સ્કૂલો પણ બંધ રહી છે અને એપીએમસીના વેપારીઓએ પણ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે વડોદરા શહેરમાં પણ બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા હતા વડોદરામાં કેટલીક દુકાનો બંધ રહી હતી