ODFના દાવા પર સ્માર્ટ સિટી પ્રોજેક્ટના સલાહકાર જાવેદ અહેમદના કહ્યાં પ્રમાણે, નગર નિગમના લગભગ 20% ભાગમાં સ્વચ્છ શૌચાલયની સુવિધા નથી જેમાં મોટાભાગનો વિસ્તાર એવો છે જ્યાં ગરીબોની વસ્તી છે જેમના માટે સ્વચ્છ શૌચાલય અભિયાન શરૂ થયું હતું પરંતુ ઘણી ગરીબ વસ્તીઓમાં લોકો હાથમાં આધાર કાર્ડ લઈને કહી રહ્યા છે કે, અમને શૌચાલય નથી મળ્યું, નગર નિગમ અને કાઉન્સિલર સાથે ઘણી વખત મુલાકાત બાદ અને માંગ કર્યા છતા કોઈએ કંઈ જ ન કર્યું
કેન્દ્રના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સામેલ લખનઉ નગર નિગમ ક્ષેત્રને એક વર્ષ પહેલા ODF ડબલ પ્લસનો દરજ્જો મળી ચુક્યો છે પરંતુ અહીંના સ્થાનિક લોકોનો દાવો છે કે તેમને શૌચાલય મળ્યા જ નથી તેઓ આધાર કાર્ડ બતાવીને પ્રશાસને શૌચલયની માંગ કરી રહ્યા છે રાજધાનીના એકતાનગરમાં 13 દિવસ પહેલા એક કિશોરી(11વર્ષ)ને મજબૂરીમાં શૌચાલય માટે બહાર જવું પડ્યું હતું આ દરમિયાન તેની સાથે દુષ્કર્મ થયું હતું પોલીસને આ અંગેની ફરિયાદ 18 જાન્યુઆરીએ કરી હતી