નવસારી:નવસારીમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીનાં સંકલ્પે અને મહંત સ્વામીની પ્રેરણાથી તૈયાર થયેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે તા 28 જાન્યુથી 2જી ફેબ્રુઆરી દરમિયાન થનાર કાર્યક્રમો માટેની માહિતી શનિવારે મંદિરના સંચાલકોએ આપી હતી મહંત સ્વામી પણ 10 ફેબ્રુઆરી દરમિયાન નવસારીમાં ભક્તોને દર્શન આપશે