સુરતઃ લગ્નમાં મહેમાનો અને અતિથિઓ અંગે અનેક વાતો સાંભળી હશે, પરંતુ આ વાક્ય સાંભળીને તમને આશ્ચર્ય થશે કે, સુરતમાં યોજાનાર એક લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતાની હાજરી રહેશે આ પહેલા સુરતમાં આવા કોઈ લગ્ન થયા નથી કે જેમાં ગાયમાતા ને બોલાવવામાં આવ્યા હોય એટલું જ નહીં, આ ગાયની સાક્ષીમાં વર-વધૂ લગ્નગ્રંથિથી જોડાશે આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા લખવામાં આવી છે જ્યારે ગાય સાથે વરઘોડો અને ગાયની સાક્ષીમાં લગ્નની અન્ય વિધિ કરવાનો નિર્ધાર કરાયો છે