ચીનના વુહાન શહેરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે જ્યાં વુહાનની હુબેઇ યુનિવર્સિટીમાં ગુજરાતના 20 વિદ્યાર્થીઓ ફસાયા છે જેમાં વડોદરાના પણ બે સ્ટુડન્ટ ફસાયેલા છે જેમાં વડોદરાના નવાયાર્ડ ડી કેબિન સ્થિત રેલવે કોલોનીની વિદ્યાર્થિની શ્રેયા અને સમા તળાવ વિસ્તારના વૃંદ પટેલ સહિત ગુજરાતના 20 વિદ્યાર્થીઓ ફસાયા છે ચીનમાં ફસાયેલા વડોદરાના સ્ટુડન્ટ વૃંદ પટેલ, શ્રૈય જૈમન અને વડનગરના મિથિલે વીડિયો ઉતારીને પરિવારને મોકલ્યો હતો જેમાં વડોદરાના વૃંદ પટેલે વ્યથા સાથે જણાવ્યું હતું કે, અમે વુહાન શહેરમાં 400 ભારતીયો ફસાયેલા છીએ અમારી બધા ભારતીયોની એટલી જ વિનંતી છે કે, અમને જલ્દીથી બચાવી લેવામાં આવે અમારે પાણી અને ખાવાનું લેવા માટે ચાલતા જવુ પડે છે અમે બધા મુશ્કેલીમાં છીએ જ્યારે શ્રેયા જૈમને જણાવ્યું હતું કે, અમારે પાણી લેવા માટે દોઢ કિમી ચાલીને જવુ પડે છે