આણંદના ખંભાતમાં જૂથ અથડામણમાં એકનું મોત થયું છે જુમ્માની નમાઝ પછી અકબરપુરામાં બે જૂથ સામસામે આવી ગયા પોલીસની હાજરીમાં જ બન્ને બાજુએથી પથ્થરમારો થયો આ દરમિયાન અચાનક જ ફાયરિંગ થતાં છકડોમાં બેસવા જતાં મુસાફરનું મોત થયું છે આ ફાયરિંગ કોણે કર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી જૂથ અથડામણને પગલે SP અને રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હતો ઉત્તરાયણમાં પતંગ મુદ્દે થયેલી બોલાચાલીની અદાવતમાં આ જૂથ અથડામણ થઈ છે