આણંદઃખંભાતના અકબરપુરામાં આજે જુમ્માની નમાઝના સમયે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે અથડામણ સર્જાઈ હતી તકરાર થતા ફાયરિંગની ઘટનામાં એક નિર્દોષ નાગરિકનું મોત થયાના અહેવાલ છે જો કે, ફાયરિંગ પોલીસે કર્યું કે ખાનગી હતું તે બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી જો કે, પોલીસની હાજરીમાં જ પથ્થરમારા અને આગચંપીના બનાવ બન્યા હતા પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા હતા અને હાલમાં પરિસ્થિતિ કાબૂ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે