રાજકોટઃ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રેસકોર્સ માધવરાય સિંધિયા ક્રિકેટ મેદાનમાં રંગ છે રાજકોટ કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કાર્યક્રમ માટે સરકારી વિભાગોએ ત્યાં વિશાળ સ્ટેજ ઊભું કર્યું છે અને એક સાથે 200થી વધુ કલાકારો કાર્યક્રમ રજૂ કરે તે પ્રકારે મેદાનની વચ્ચોવચ રસ્તા બનાવ્યા છે, મુખ્ય પિચ ઉપર સ્ટેજ ખડકી દીધું છે, સિમેન્ટ પિચ ઉપર મંડપનો લોખંડ સહિતનો માંચડો રાખવામાં આવ્યો છે આમ રાજકોટના મેદાનને ઉજવણીના નામે ખેદાન મેદાન કરી નાખ્યું છે અહીં કાર્યક્રમ ન થાય તે માટે મહાનગરપાલિકાના અધિકારીઓએ અનેક પ્રયાસ કર્યા પરંતુ રાજકીય નેતાઓએ મેદાન પર જ કાર્યક્રમ રાખવા હઠાગ્રહ કરતા મેદાનનું સત્યનાશવાળી દીધું છે