એક ભેદી વાયરસે સમગ્ર ચીનનો ભરડો લીધો છે આ અગમ્ય વાયરસની ચપેટમાં અત્યાર સુધી 140થી વધુ લોકો આવી ચૂક્યા છે અને કુલ ત્રણ વ્યક્તિ મોતને ભેટ્યા છે જીવલેણ વાયરસનો સૌથી પહેલો કેસ ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો અને હવે તે આખા દેશમાં ફેલાઈ રહ્યો છે આ વાયરસથી સિવિયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ (SARS) થઇ રહ્યો છે તબીબી જાણકારોના મતે આ કોરોના વાયરસનો જ એક પ્રકાર છે પણ તેની ચોક્કસ માહિતી મેળવવામાં હજુ પ્રયાસો ચાલુ છે
કોરોના વાયરસથી સામાન્ય રીતે શ્વાસને લગતી સામાન્ય તકલીફ થાય છે આ વાયરસથી થયેલ શરદી ક્યારેક ન્યૂમોનિયા સુધી પહોંચી શકે છે ઉલ્લેખનીય છે કે, છેલ્લે 2000ની સાલમાં ચીનમાં SARS જોવા મળ્યો હતો જેણે ત્યારબાદ હોંગકોંગ થી વિશ્વભરમાં ફેલાઈને હજારો લોકોને ચપેટમાં લીધા હતા SARSને લીદે તે વખતે 800 લોકોનાં મોત નિપજ્યા હતા
ચીનનાં લોકલ હેલ્થ કમિશનના કહેવા પ્રમાણે આ ચેપનાં 136 નવા કેસ સામે આવ્યા છે બેજિંગમાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું હતુ કે, ડેક્સીંગ જિલ્લામાંથી બે લોકો વુહાન ગયા હતા જેમને ન્યૂમોનિયાની સારવાર આપવામાં આવી હતી