ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરીફે કહ્યું છે કે જો ભારત ઈચ્છે છે તો અમેરિકાને અમારી સાથે 2015ના પરમાણુ કરારમાં પરત લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે ત્રણ દિવસના પ્રવાસે ભારત આવેલા ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું અમેરિકા એપ્રિલ 2018માં અમારી સાથે કરવામાં આવેલા કરારમાંથી બહાર થઈ ગયું હતું અમે આ પહેલા સાથે જ કામ કરી રહ્યાં હતા જોકે પછીથી તેમણે ડીલ છોડવાનો નિર્ણય કર્યો હતો ભારતને ઈરાન અને અમેરિકા બંને સાથે સારા સંબંધ છે આવી સ્થિતિમાં તે અમેરિકાને કરારમાં પરત લાવવામાં મદદ કરે છે અમે આ શકયતાથી ઈન્કાર કરતા નથી
ઓબામાએ 2015માં અમેરિકા-ઈરાનના સંબંધ સુધારવા માટે પરમાણુ કરારની ઓફર કરી હતી તેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને સિમિત કરવાની વાત કરવામાં આવી હતી ઈરાને અમેરિકા, ચીન, રશિયા, જર્મન, ફ્રાન્સ અને બ્રિટનની સાથે જેસીઓપીએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તેના બદલામાં અમેરિકા તરફથી તેની પર લાગેલા આર્થિક પ્રતિબંધોમાં થોડી ઢીલ આપવામાં આવી હતી જોકે ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ આ કરાર રદ કર્યો હતો અને બંને દેશોની દુશ્મની ફરીથી શરૂ થઈ છે