અમદાવાદ:સ્વચ્છતા મામલે અમદાવાદ દેશભરમાં છઠ્ઠા નંબર રહ્યું હોવાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ગયું છે ઉત્તરાયણના બીજા દિવસથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી આજે સુભાષબ્રિજ પાસે આવેલા નંદનવન કોમ્પ્લેક્સ અને કાવેરી કોમ્પ્લેક્સમાં પુષ્કળ ગંદકી કરવા બદલ તેમાં આવેલી 100 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે તેની સાથે સાથે જાહેરમાં ગંદકી કરવા બદલ નૂતન નાગરિક બેંક(લો ગાર્ડન)થી લઈ થાઈ સેનશેસન સહિતના એકમોને રૂ 25 હજારથી લઈ રૂ1500 સુધીના દંડ કર્યા છે
કયા એકમને કેટલો દંડ
- આનંદનગર રોડ પર આવેલા થાઈ સેનશેસનને જાહેરમાં રિપેરિંગ કામ બાદનો કાટમાળ જાહેર રોડ પર નાંખવા બદલ રૂ25 હજારનો દંડ
- સાબરમતીમાં આવેલા સાશ્વત સ્કાયને ગટરનું પાણી જાહેરમાં નાંખવા બદલ રૂ 5 હજારનો દંડ
- લો ગાર્ડન સ્થિત નૂતન નાગરિક બેંકને રૂ25 હજારનો દંડ નારોલમાં આકાશ ફેશન પ્રિન્ટ્સ પ્રાલિને જાહેર રોડ પર કચરો ફેંકવા બદલ રૂ 25 હજાર દંડ
- ઠક્કરબાપા નગરમાં આવેલા સ્ટોન કટિંગ ગોડાઉનને જાહેરમાં કચરો ફેંકવા બદલ રૂ5 હજાર દંડ
- ઈન્ડિયા કોલોનીમાં સુહાના ગેસ્ટહાઉસને રોડ પર પાણી ફેંકવા બદલ રૂ2500 દંડ
- ઈન્ડિયા કોલોનીમાં આવેલા રિયાઝ સ્ક્રેપ ટ્રેડર્સને જાહેરમાં ગંદકી કરવા બદલ રૂ1500 દંડ
- ખાડિયામાં સનરાઈઝ હોટલને જાહેર રોડ પર પાણી ફેંકવા બદલ રૂ5000નો દંડ