અમદાવાદ: એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે વડોદરાના ગોરવા ખાતેના પંચવટી સર્કલથી ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આંતકી જાફરને ઝડપી પાડ્યો હતો વડોદરામાં આઈએસનો બેઝ ઊભો કરી રાજયમાં હુમલાની યોજનાનું પ્લાનિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થયો છે છેલ્લા પંદર દિવસથી જાફર વડોદરામાં ભાડાંનું મકાન રાખીને રહેતો હતો દિલ્હી પોલીસે ગુરુવારે આઈએસના ત્રણ આતંકી પકડયા બાદ તેમનો સાગરિત વડોદરા છુપાયો હોવાના સેન્ટ્રલ એજન્સીઅે આપેલા ઈનપુટના આધારે એટીએસએ ઓપરેશન પાર પાડ્યું હતું જાફર સાથે વધુ ચાર શકમંદોની પણ એટીએસએ અટકાયત કરી છે મૂળ તામિલનાડુના છ આંતકીઓ પૈકીનો જાફર અલી મહોમદ ફલીકને વડોદરાના રણજીત રાઠોડ નામની વ્યક્તિએ પોતાનું મકાન ભાડે આપ્યું હતું અને અહીં તે પંદર દિવસથી રહેતો હતો તેની સાથે અન્ય એક વ્યક્તિ પણ રોકાઇ હોવાનું પાડોશી મહિલાનું કહેવું છે