ચીનના ફુયુ શહેરના લોકોને 2019ના અંતિમ દિવસે ત્રણ ત્રણ સુરજના દર્શન થયા 31 ડિસેમ્બરે 2019ની સવારે જ્યારે શહેરીજનો ઉઠ્યા તો અસલી સુરજની ડાબી અને જમણી બાજુ એમ બે સૂરજ હતા જે વચ્ચેના સુરજ કરતા ઘણાં જ વિશાળ હતા અને આ દૃશ્ય લગભગ 20 મિનિટ સુધી રહ્યું હવે તમને થશે કે સુર્ય તો આખા બ્રહ્માંડમાં એક જ છે તો પછી ત્રણ કેવી રીતે દેખાય શકે આવુ એવી રીતે બની શકે કારણકે તેમાના બે સુરજ નકલી હતા અને તે એક વૈજ્ઞાનિક ઘટનાના કારણે દેખાઈ રહ્યા હતા આ પ્રકારની ઘટનાને સન ડૉગ કહેવાય છે, જે એક પ્રાકૃતિક ઘટના છે બરફના ક્રિસ્ટલના માધ્યમથી લાઇટ રિફલેક્ટ થતાં સન ડૉગ સર્જાય છે જે એક વાયુમંડળીય ઓપ્ટિકલ ઘટના છે અને આવુ ત્યારે જ દેખાય છે જ્યારે તે જગ્યાનું તાપમાન માઇનસ 20 ડિગ્રી હોય ચીનના ફૂયૂ શહેરમાં આ ઘટના સર્જાતા લોકોમાં કૂતૂહલ સર્જાયુ હતુ