અમદાવાદ: આજથી શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગાવાળા બલૂન ઉડાડીને પતંગ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો તેમાં 25 દેશોના 150થી વધારે પતંગબાજ પેચ લડાવશે અહીં સાંસ્કૃતિત કાર્યક્રમ પણ યોજાશે સાથે અહીં ઉદઘાટન પહેલા યોગનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં અમદાવાદ મ્યૂનિસિપલ સ્કૂલના 1500 બાળકોએ યોગ કર્યા હતા ઉપરાંત સૂર્યનમસ્કાર પણ કર્યા હતા