ટીવી એક્ટ્રેસ નેહા પેંડસેએ તેના લોંગ ટાઇમ બૉયફ્રેન્ડશાર્દૂલ સિંહ વ્યાસ સાથે લગ્ન કરી લીધા છેઆ લગ્ન પૂણેમાં એકદમ મરાઠી સ્ટાઇલમાં થયા હતા લગ્નમાં નેહાએ નૌવારી લાઇટ પિંક સાડી પહેરી હતી નેહાએ તેના લગ્નમાં પારંપરિક મરાઠી લૂક પસંદ કર્યો હતો નથ અને ચંદ્રમા બિંદી સાથે નેહા સુપર્બ લાગતી હતી તો શાર્દૂલ વ્હાઇટ ગુલાબી આઉટફીટમાં હતો તો સગાઈમાં કપલ વેસ્ટર્ન લૂકમાં જોવા મળ્યું હતુંનેહાએ નેવી બ્લૂ ફ્લોરલ સ્ટનિંગ ગાઉન પહેર્યું હતું એક વીડિયોમાં નેહા શાર્દૂલ વિશે મરાઠીમાં બોલતી જોવા મળે છે જેના ફોટોઝ અને વીડિયોઝ વાઇરલ થયા છે