સુરતમાં પાણીના મીટર લગાવવાનો વિરોધ, મનપા ઓફિસનો ઘેરાવ કરવાની ચીમકી

DivyaBhaskar 2020-01-04

Views 1

સુરતઃપુણા વિસ્તારમાં પાણી મીટર લગાવવા સામે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટરોની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં લોકોએ આજે શનિવારે પાલિકા કચેરી ઉપર મોરચો લઇ જવાની ચીમકી ઉચ્ચારી હતી જેના પગલે પાલિકાની મુખ્ય ઓફિસ મુગલીસરાઈ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પુણામાં પાણી મીટર લગાવવાની કવાયત સામે ઉઠેલા વિરોધ મામલે વિવિધ તબક્કે વિરોધ પ્રદર્શનો કરાઇ રહ્યાં છે તેવામાં પુણાની શાંતિ નિકેતન સોસાયટી, સરગમ સોસાયટી, દિવ્ય શક્તિ સોસાયટી, રિધ્ધી-સિધ્ધી એપાર્ટમેન્ટ, જેજેનગર, નેતલદે પાર્ક સોસાયટી, માતૃ શક્તિ સોસાયટી વિભાગ એ-સી-ડી-ઈ, મોમાઈનગર, અંબિકાનિકેતન સોસાયટી, સિદ્ધેશ્વર સોસાયટી, સીતાનગર, ગીતા નગર વિ2, સંતોષી કૃપા સોસાયટી, શિવશક્તિ સોસાયટી, રણુંજાધામ સોસાયટી, લક્ષ્મી પાર્ક સોસાયટી, રાધા સ્વામી સોસાયટી, ઈશ્વર નગર સોસાયટી વિ 1-2, મુક્તિ ધામ સોસાયટી, માધવ પાર્ક સોસાયટી, ભૂમિ પાર્ક સોસાયટી, અંજની નગર સોસાયટી, નિરાંત નગર સોસાયટી, જય યોગેશ્વર સોસાયટી, રાધિકા પાર્ક સોસાયટી, સાંઈ નગર સોસાયટી, આશીર્વાદ સોસાયટી, દિપાંજલી સોસાયટી, મણિબા પાર્ક સોસાયટી, સહિતની પુણા વિસ્તારની વિવિધ સોસાયટીઓના રહીશોએ શનિવારે મુગલીસરા સ્થિત પાલિકા કચેરીએ સમર્થન પત્રો આપ્યાં હતાં

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS