ગીરગઢડા:ગીરગઢડા તાલુકાના રસુલપરા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો આચાર્યની બદલી ન થવી જોઇએ તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે આ અંગે ઉચ્ચ અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરાઇ છે આજે વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકો ફાડી આજનો દિવસ અભ્યાસથી અળગા રહ્યા હતા તેમજ ચિમકી ઉચ્ચારી હતી કે આચાર્યની બદલી નહીં રોકાય તો કોઇ પણ વિદ્યાર્થી અભ્યાસ નહીં કરે