સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં જાવડેકરે નાગરિક્તા કાયદાના દેશમાં અનેક જગ્યાએ થયેલાં વિરોધ પ્રદર્શન માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવી હતી સૂચના અને પ્રસારણ મંત્રીએ જણાવ્યું હતુ કે, દિલ્હીમાં 3 જગ્યાએ CAAના વિરોધમાં હિંસા થઈ હતી જેમાં કોંગ્રેસના આસિફ ખાન અને AAP પાર્ટીના આમાનતુલ્લા નામના ધારાસભ્યો પર હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો છે ઉપરાંત સાલમપુર અને જામા મસ્જીદ ખાતે પણ લોકોને ગેરમાર્ગે દોરવા બદલ કોંગી-આપ ધારાસભ્યો સામે FIR નોંધાઈ છેનાગરિક્તા કાયદો નાગરિક્તા આપવા માટે છે, લેવા માટે નહીં નાગરિક્તા કાયદા અંગે લઘુમતિઓમાં ભ્રમ ફેલાવાતા દેશભરમાં જાનમાલને મોટું નુકસાન થવા પામ્યું છે