વર્ષ 2019ના અંતિમ દિવસે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે અગામી પાંચ વર્ષમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેકટ્સ પુરા કરવામાં આવશે આ માટે રચાયેલા ટાસ્ક ફોર્સના રિપોર્ટ બહાર પાડે તે પહેલા નાણાં મંત્રીએ એક પ્રેસ કોન્ફોરન્સ કરીને આ માહિતી આપી છે
નાણાં મંત્રીએ વધુમાં કહ્યું કે તેમાં મોટા ભાગના પ્રોજકટ્સ પાવર, હેલ્થ, રેલવે, શહેર, સિંચાઈ, ડિજિટલ વગેર સેક્ટર સાથે જોડાયેલા હશે તેમણે આગળ કહ્યું કે ટાસ્ક ફોર્સે છેલ્લા ચાર મહિનામાં 70 સ્ટેકહોલ્ડરનો મત લેવા માટે કુલ 70 બેઠકો કરી છે તેમણે તેની પણ જાહેરાત કરી કે પ્રથમ વાર એક નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પાઈપલાઈન તૈયાર કરવામાં આવશે દર વર્ષે એક ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ યોજાશે પ્રથમ મીટ 2020ના બીજા છ મહિનામાં થશે