પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પીટીવી સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં દાવો કર્યો છે કે, મારા સાથી ક્રિકેટર દાનિશ કનેરિયાએ હિંદુ હોવાના કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ભેદભાવ સહન કરવો પડ્યો હતો પાકિસ્તાનના કેટલાક ક્રિકેટરો તો દાનિશ સાથે ભોજન કરવાનું પણ પસંદ નહોતા કરતા આ વાતનું દાનિશ કનેરિયાએ પણ સમર્થન કરતા કહ્યું છે કે, મારી સાથે આવું વર્તન કરનારા લોકોના નામ ઝડપથી જાહેર કરીશ શોએબ અખ્તર મહાન ક્રિકેટર છે તેમનું વર્તન પણ તેમની બોલિંગ જેવું જ છે