અલીગઢ- નાગરિકતા કાયદાના વિરોધ બાદ દિલ્હીની જામિયા યૂનિવર્સિટીમાં કરાયેલી પોલીસ કાર્યવાહીના સમાચાર દેશભરમાં વાઈરલ થયા હતા તેના કારણે યૂપીની અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં 15 ડિસેમ્બરે ઉગ્ર પ્રદર્શન થયું હતું આ પ્રદર્શનને શાંત કરવા માટે પોલીસે યૂનિનો ગેટ તોડીને અંદર ધસી જઈને વિદ્યાર્થીઓ પણ બર્બરતા આચરી હોવાનો પણ આક્ષેપ થયો હતો પોલીસની સામે આક્ષેપો કરીને કેટલાક લોકો હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયા હતા આ મામલે કોર્ટે પણ અલીગઢ પોલીસને તેમનો જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો તેવામાં જ જે પહેલા સીસીટીવી સામે આવ્યા હતા તે કંઈક અલગ જ હકિકત દર્શાવે છે પોલીસ પર આક્ષેપ હતો કે તેમણે એએમયૂનો ગેટ તોડીને અંદર પ્રવેશ કરીને સ્ટૂડેન્ટ્સને માર્યા હતા જો કે, સીસીટીવીમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનું ટોળું ગેટને તોડવા માટે ધમપછાડા કરી રહ્યું હતું જેમાં તેઓ સફળ ના થતાં આ ટોળાએ યૂનિવર્સિટીના કેમ્પસમાં જ તોડફોડ કરી હતી સીસીટીવી ફૂટેજ જોઈને અલીગઢના એસએસપી, આકાશ કુલહરીએ પણ મિડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પોલીસને હળવો બળપ્રયોગ કરવાની ફરજ પાડવામાં આવી હતી તે સાબિત કરવા માટે આ સીસીટીવી જ પૂરતા છે સીસીટીવી એ પણ વાતનો પૂરાવો છે કે બાબ-એ-સૈયદ ગેટ પોલીસે નહીં પણ હિંસક બનેલા વિદ્યાર્થીઓએ જ તોડવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસે સ્વબચાવ અને ટોળાને વધુ હિંસક બનતું રોકવા જ હળવો લાઠીચાર્જ કર્યો હતો