તલોદઃ તલોદ તાલુકાના ઉજેડીયા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા આચાર્ય વીણાબેન સોનીની પોશીના તાલુકામાં બદલી થતાં ગ્રામજનોએ ભેગા મળીને શનિવારના રોજ ઢોલ નગારા વગાડી રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને બદલી રદ કરવાની માંગ ન સંતોષાવાના સંજોગોમાં સોમવારે તાળાબંધી ચીમકી ઉચ્ચારાઇ હતી જેના અનુસંધાને સોમવારે સવારે શાળા શરૂ થવાના સમયે જ ગ્રામજનો વાલીઓ ભેગા મળીને શાળાના દરવાજા ઉપર તાળાબંધી કરી સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં સુધી શિક્ષિકા બેનની ઊજડીયા ગામની શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ ઉપર હાજર નહીં થાય ત્યાં સુધી શાળામાં કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ કરવા નહીં આવે તેવી ચીમકી પણ આપી હતી