વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન, 2400 વકીલો 47 ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં સીલ કરશે

DivyaBhaskar 2019-12-21

Views 290

વડોદરા: દર વર્ષે યોજાતી વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ રહી છે સવારે 10 વાગ્યાથી વકીલો મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા ચૂંટણીતંત્ર દ્વારા વકીલો શાંતિપૂર્ણ મતદાન કરી શકે તે માટે 8 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા દિવાળીપુરા ખાતે આવેલી વડોદરા કોર્ટમાં સવારથી જ વકીલો મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને પોતાના ઉમેદવારોને મતદાન કરવા માટે લાઇનમાં ઉભા થઇ ગયા હતા મતદાન દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ ઝડપથી થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS