પાકિસ્તાનના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોતની સજા ફટકારવામાં આવી ત્યારબાદ પ્રથમ વખત આ અંગે નિવેદન કહ્યું છે અને તેમણે બદલાની ભાવનાને આધારે આ સજા કરવામાં આવી હોવાનું કહ્યું છે અત્યારે દુબઈની એક હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે તેમની ગેરહાજરીમાં ઈસ્લામાબાદની ખાસ કોર્ટે મંગળવારે મુશર્રફને મોતની સજા ફટકારી હતી પાકિસ્તાનની કોર્ટે આપેલા ચુકાદા બાદ પાકિસ્તાનના અનેક ભાગોમાં મુશર્રફના સમર્થનમાં રેલીઓ અને દેખાવો કરવામાં આવી રહ્યા છેપાકિસ્તાન લશ્કરે પણ મુશર્રફના સમર્થનમાં નિવેદન આપ્યું છે મુશર્રફ પર કાયદાને બિનઅસરકારક કરવાનો અને પાકિસ્તાનમાં નવેમ્બર, 2007માં બિન-બંધારણીય ઇમર્જન્સી લગાવવાનો આરોપ લગાવ્યો હતો વર્ષ 2013થી આ કેસ કોર્ટમાં પડતર હતો