પોરબંદર: પોરબંદર શહેરમાં કલેક્ટર કચેરી ખાતે રબારી સમાજ દ્વારા લોકરક્ષક દળની ભરતીમાં થયેલા અન્યાયના વિરોધમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે લોકરક્ષક દળની લેવાયેલી પરીક્ષાનું મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું આ મેરીટ લીસ્ટમાં સૌરાષ્ટ્રના ગીર, બરડા, આલોક નેસ વિસ્તારના અનુસુચિત જાતિના રબારી સમાજના ઉમેદવારોની બાદબાકી કરી નાખવામાં આવી હતી જેથી 7 દિવસથી સમસ્ત રબારી સમાજ પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી, અન્યાય થયેલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે પરંતુ આજે હજારોની સંખ્યામાં રબારી સમાજના પરંપરાગત વેશમાં મહિલાઓની રેલી નીકળી હતી અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા