સુરતઃ વેડ રોડ પંડોળ વિસ્તારમાં આવેલા મોબાઈલના શૉ રૂમમાં આગ લાગી ગઈ હતી આગ લાગતાં કોમ્પ્યુટર સીપીયુ, મોબાઈલ, ડેમો મોબાઈલ સહિત સિલિંગ ફોલ તૂટી પડી હતી આગ પર શોરૂમના કર્મચારીઓ અને ફાયરબ્રિગેડે કાબૂ મેળવી લીધો હતો વેડરોડ નાની બેચરાજી મંદિર પાસે પંડોળ શોપિંગ સેન્ટરની દુકાન નંબર 54માં આવેલા મોબાઈલના શોરૂમમાં આગનો બનાવ સામે આવ્યો હતો શોરૂમના મેનેજર અમિત રમેશભાઈએ જણાવ્યુંહતું કે, સવારે દસેક વાગ્યા આસપાસ શટર ઉંચુ કર્યું ત્યારે ધૂમાડા બહાર નીકળવાં લાગ્યાં હતાં જેથી થોડીવાર શટર ખુલ્લું રહેવા દઈ અંદર જઈને જોયું તો આગ કાઉન્ટર પાસેથી લાગી હોય તેમ શોર્ટ સર્કિટ દેખાતું હતું કાઉન્ટરનો કાચ તૂટી ગયો હતો અને સિલિંગ પણ નીચે પડી હતી તાત્કાલિક પોલીસ અને ફાયરમાં જાણ કરી દીધી હતી સાથે જ ફાયર સેફ્ટીના સાધનોથી આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું હતું આસપાસના લોકોએ જણાવ્યું હતું કે, સવારે લગભગ આઠેક વાગ્યાથી ધૂમાડાની દુર્ગંઘ આવતી હતી ફાયરબ્રિગેડે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તારણ આપ્યું હતું