કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધઇયાએ નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કર્યું છે ઇન્દોરમાં બુધવારે સિંધિયાએ કહ્યું- આ બિલ બંધારણથી વિરુદ્ધ છે એ અલગ વાત છે પરંતુ તે ભારતની સભ્યતા અને વસુધૈવ કુટુંબકમની વિચારધારા અનુરૂપ છે સિંધિયાએ કહ્યું કે આ પહેલા દેશોના આધાર પર થયું અને હવે રાજ્ય અને ધર્મના આધારે થઇ રહ્યું છે મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ દિલ્હીમાં 14 ડિસેમ્બરે કોંગ્રેસના આન્દોલનની તૈયારીઓ માટે સિંધિયા ઈન્દોર પહોંચ્યા હતા
સિંધિયાએ કહ્યું- કોંગ્રેસ સાથે દેશની ઘણી પાર્ટી આ બિલનો વિરોધ કરી રહી છે દેશના ઘણા રાજ્યો ખાસ કરીને ઉત્તર-પૂર્વમાં તમે સ્થિતિ જૂઓ બંધારણ અને બિલમાં વિરોધાભાસના સવાલ પર તેમણે કહ્યું- બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં લખ્યું છે કે કોઇની જાતિ કે ધર્મની દ્રષ્ટિએ નહીં જોવામાં આવે દરેકને માત્ર ભારતના નાગરિક માનવામાં આવશે