પ્રમુખસ્વામીના જન્મદિવસે મુંબઈમાં જોવા મળ્યું અદભૂત દ્રશ્ય, BAPSના મંદિરો કે ઉત્સવોની સ્વચ્છતાનું રહસ્ય સમજાઈ જશે

DivyaBhaskar 2019-12-11

Views 3.2K

સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ વાક્ય ઘણા બધાએ સાંભળ્યું હશે પરંતુ તેનો અમલ કેટલીકવાર નહીં કર્યો હોય ભારતના વડાપ્રધાને પણ સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સફાઈની અગ્રીમતાને મહત્વ આપ્યું છે



તાજેતરમાં જ 4 ડિસેમ્બર,2019ના દિવસે મુંબઈના DY PATIL સ્ટેડિયમમાં BAPSના વિશ્વ વંદનીય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મ જયંતી ધામધૂમપૂર્વક ઉજવાઈ ગઈ આ મહોત્સવનો લાભ લેવા 70,000થી વધુ ભાવિકો સ્ટેડિયમમાં હાજર હતા



સભા બાદ લોકોને એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું BAPSનાં સંતો દ્વારા સમગ્ર સ્ટેડિયમમાં ફરીને ખૂણેખૂણામાંથી કચરો સાફ કરવામાં આવ્યો હતો જેમાંના કેટલાક સંતોએ તો વિદેશની ઓક્સફર્ડ, હાવર્ડ જેવી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો નિર્માની સંતોએ કચરો વીણી, મોટી કોથળીઓમાં ભરી તેનો યોગ્ય નિકાલ કર્યો હતો તેઓના આ સેવા-કાર્યથી લોકોને પ્રમુખ સ્વામી મહારાજે બાંધેલા મંદિરો કે મોટા-મોટા ઉત્સવોની સ્વચ્છતાનું રહસ્ય સમજાઈ ગયું હતુ BAPS સંસ્થા ફક્ત આદ્યાત્મિક જ નહીં પરંતુ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ અગ્રિમ રહીને સમાજમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે તે વાત સમજાઈ ગઈ હતી



આવો જ કિસ્સો રશિયામાં રમાયેલ ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ-2018 દરમ્યાન જોવા મળ્યો હતોજેમાં જાપાન સામેની દરેક મેચ બાદ , જાપાન તરફથી મેચ જોવા આવેલા દર્શકો સમગ્ર સ્ટેડિયમની સફાઈ જાતે કરીને જ જતા હતા પછી ભલેને કદાચ તે મેચમાં જાપાન હાર્યું જ કેમ ન હોય! જાપાનીઝ ફેનના આ સેવાકાર્યના દુનિયાભરનાં લોકોએ વખાણ કર્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS