ભોપાલ- ક્યારેય તેમનાં વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં આવનાર મધ્ય પ્રદેશ સરકારનાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ફરી એકવાર તેમના ડાન્સના લીધે ચર્ચામાં છેસોશિયલ મીડિયામાં મંત્રી ઈમરતી દેવીના ડાન્સનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેના કારણે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું હતું ભાજપે તેમણે કરેલા ડાન્સ પર સકંજો કસતાં કોંગ્રેસ પણ પોતાના મંત્રીના બચાવમાં મેદાને આવી હતી તેમણે વળતો જવાબ આપીને સવાલ પણ કર્યો હતો કે, કોઈ ડાન્સ કરે તો તેમાં શું ખોટું છે?
વીડિયોમાં પણ જોઈ શકાય છે કે ઈમરતી દેવીએ લગ્નમાં હાજરી આપીને ત્યાં વાગી રહેલા બોલિવૂડના ગીત ‘મુઝકો રાણાજી માફ કરના’ના તાલે થિરક્યાં હતાં મળતી વિગતો પ્રમાણે તેમણે આ ડાન્સ ડબરા વિધાનસભામાં યોજાયેલા કોઈ લગ્ન સમારોહમાં હાજરી આપીને કર્યો હતો